શું મને કાયદાકીય સહાય મળી શકે?
- કાયદાકીય સહાય (legal aid) શું છે?
- સમસ્યાઓના વિવિધ પ્રકાર
- શું હું તે માટેની યોગ્યતા ધરાવું છું?
- જો હું યોગ્ય ગણાઉ, તો મારે શું કરવું?
કાયદાકીય સહાય (legal aid) શું છે?
જે લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય, તેમને કાયદાકીય સલાહના ખરચમાં, કાયદાકીય સહાય મદદરૂપ બને છે
જો તમને કાયદાકીય સલાહના ખરચમાં મદદ જોઈતી હોય, તો તમે કાયદાકીય સહાય માટે અરજી કરી શકો છો. તમને આ સહાય મળે, તે નીચે દર્શાવેલ સંજોગો પર આધારિત છે:
- તમારી કાયદાકીય સમસ્યા કયા પ્રકારની છે
- તમારી આવક (તમે કેટલું કમાઓ છો), અને તમારી પાસે કેટલું મૂડીરોકાણ છે (નાણાં, મિલકત, અંગત ચીજવસ્તુઓ)
- તમારી મુકદ્દમો જીતવાની થોડીઘણી પણ શક્યતાઓ છે કે નહિ, અને સંભવિત જીત માટે તેની પાછળ ખરચેલ નાણાં અને વેડફેલ સમય વાજબી છે કે નહિ.
સમસ્યાના પ્રકારો
કાયદાકીય સહાય, જૂદા જૂદા પ્રકારની દીવાની કાયદાકીય સમસ્યાઓ માટે મળતો હોય છે. તમારે કોઈ વ્યક્તિ, કંપની કે સંસ્થા સાથે વિવાદ હોય, તો તેવા કેસ ને દીવાની કાયદાકીય કેસ કહેવાય છે.
ઉદાહરણ તરીકે, દીવાની સમસ્યા નીચે દર્શાવેલ કોઈ પણ વસ્તુ સાથે તમે સંકળાયેલા હોઈ શકોઃ
- ઘર
- સંબંધો (તમે કદાચ જૂદા થવાના હો, કે છૂટાછેડા લેવાના હો)
- પૈસા (તમને તમારા લાભ મેળવામાં કદાચ તકલીફ પડતી હોય )
શું મારી યોગ્યતા છે?
લગભગ દરેક કેસ માં, કાયદાકીય સહાય મેળવવા, આર્થિક રીતે તમારી યોગ્યતા હોવી જોઈએ.
તમે અમારૂં લીગલ એઈડ કૅલ્ક્યુલેટરlegal aid calculator વાપરી શકો છો, જેથી તમને એ ખબર પડી શકે કે તમને દીવાની કેસ માટે કાયદાકીય સહાય મળી શકે કે નહિ.
તમને કાયદાકીય સહાય મળી શકે કે નહિ, તે નક્કી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવામા આવશેઃ
- તમારી નિકાલજોગ આવક (રહેવાના અને ઘરખર્ચ બાદ કર્યા પછી બાકી રહેતા નાણાં)
- તમારૂ નિકાલજોગ મૂડીરોકાણ (તમારી પાસેના પૈસા, રોકાણ કે મિલકત, જે તમે કાયદાકીય સહાય માટે વાપરી કે વેચી શકો)
લગભગ બધાજ કેસમાં તમારા પતિ, પત્નિ કે ભાગિદારની નિકાલજોગ આવક કે મૂડીરોકાણ પણ આવરી લેવાશે.
મારી યોગ્યતા છે એવું હું માનતો હોઉં, તો મારે શુંકરવું?
કાયદાકીય સહાય માટે તમારી યોગ્યતા છે કે હોઈ શકે એવું તમે માનતા હો, તો તમારે કાયદાકીય સહાય વાળા કેસ ના અનુભવી એવા કાયદાકીય સલાહકાર (લીગલ ઍડવાઈઝર) ને વાત કરવી જોઈએ. કાયદાકીય સલાહકાર વિશેની વિગત મેળવવા, search our directory તમે અમારી ડિરેક્ટરીમાં સર્ચ કરી શકો છો, અથવા ટેલીફોન હૅલ્પલાઈનtelephone helpline પર ફોન કરી શકો છો.
અન્ય માહિતી
કાયદાકીય સહાય વિશે વધુ માહિતી માટે, કૃપા કરી અમારૂં ચૉપાનીયું-લીફલેટ અ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ ટૂ લીગલ એઈડ A Step-by-step Guide to Legal Aid વાંચો.










