• English
  • Welsh
  • Urdu
  • Chinese
  • Bengali
  • Punjabi
  • Gujarati
  • Hindi
  • Arabic
  • Turkish
મફત, ગુપ્ત કાનૂની સલાહ: 0845 345 4 345

મફત નિષ્ણાંત કાનુની સલાહ માટે

0845 345 4 345

કોમ્યુનિટી લીગલ એડવાઇસ (Community Legal Advice) ને ફોન કરોઃ

  • કાનુની સહાયથી મફત, ગુપ્ત અને નિષ્પક્ષ સલાહ માટે ચૂકવણી કરાય છે
  • કેસને લગતા કામની પૂર્ણ સેવા
  • સોમ – શુક્ર, સવારે 9 – સાંજના 6:30
  • કૉલ્સનો ખર્ચ 4 પૅન્સ પ્રતિ મિનિટ – વળતો ફોન કરવાની સેવા ઉપલબ્ધ

એક સલાહકાર શોધો

તમારા વિસ્તારમાંના સલાહકાર શોધવા માટે તમારો પોસ્ટકોડ એન્ટર કરો

 

નાણાંકીય ખર્ચાઓ

ડિરેક્ટરીમાંની ઘણી સંસ્થાઓ કંઇક કે બધી સેવાઓ વિનામૂલ્યે આપતી હોય છે. બીજી સંસ્થાઓ પોતાની સેવાઓ નાણાં લઈને આપતી હોય છે.

તમે ડિરેક્ટરીમાં સંસ્થાના નાણાંકીય દરોવિશેની માહિતી જોઇ શકશો. ક્વૉલિટીમાર્ક(Quality Mark) વાળી બધી સંસ્થાઓએ તમને તેઓના નાણાંકીય દરો જણાવવા જોઈએ, જ્યારે તમે તેઓ સાથે પહેલી વાર વાત કરો.

કાયદાકીય સહાય (લીગલ એઈડ, કૉમ્યુનિટી લીગલ સર્વિસ ફંડ તરીકે પણ ઓળખાય છે)

કાયદાકીય સહાય (લીગલ એઈડ) આર્થિક પરિસ્થિતિ સારી ન ધરાવતા લોકોને ત્યાં સુધી મદદ કરે છે, જ્યાં સુધી તેઓ ચોક્કસ શરતોને આધિન હોય.તમને તમારા મુકદ્દમાનો કંઇક ખર્ચ કાઢવાનું કહેવામાં આવી શકે છે. તમારા સલાહકાર તમને આ બાબતમાં વધુ માહિતી આપશે.

કાયદાકીય સહાય મેળવવા તમે યોગ્યતા ધરાવો છે કે નહિ તે જોવા તમે લીગલ એઈડ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

નિઃશુલ્ક સેવાઓ

સિટિઝન્સ ઍડવાઈસ બ્યુરો (Citizens Advice Bureaux) તથા લૉ સેન્ટર્સ (Law Centres) જેવી ઘણી સંસ્થાઓ, નિઃશુલ્ક સેવાઓ આપતી હોય છે. છતાંપણ, તમારેસંસ્થાને કદાચ ફોટોકૉપિઈંગ જેવાકેટલાંક ખર્ચાઓ માટે નાણાં ચૂકવવાની જરૂર, સંસ્થાના ખર્ચાઓ કાઢવા પડી પણ શકે છે.

શરૂઆતની નિઃશુલ્ક રૂબરૂ મુલાકાત

ઘણી સંસ્થાઓ નક્કી કરેલાં ચોક્કસ સમય (મહદ્ અંશે30 મિનિટ) માટે શરૂઆતની નિઃશુલ્ક સહાય આપતી હોય છે. ઉદાહરણ તરીકે, ઍક્સિડન્ટ લાઈન (Accident Line) યોજના સૉલિસિટર સાથે અકસ્માતને કારણે અંગત ઈજા પામેલાં વ્યક્તિને શરૂઆતની નિઃશુલ્ક રૂબરૂ મુલાકાત આપે છે. ડિરેક્ટરી[iv], ઍક્સિડન્ટ લાઈન યોજના સાથે સંકળાયેલા સૉલિસિટરોની વિગત બતાવે છે. તમે ઍક્સિડન્ટ લાઈનની વધુ વિગતો માટે તેઓની નિઃશુલ્ક ટેલીફોન હૅલ્પલાઈનને 0500 192939 નંબર પર ફોન કરી શકો છો.

અચળ-ફીની રૂબરૂ મુલાકાત

કેટલાક સૉલિસિટરોઅચળ ફી માટે રૂબરૂ મુલાકાત (સામાન્યતઃ 30 મિનિટની) ગોઠવી આપે છે.

સૉલિસિટરોના દરો

સૉલિસિટરો કલાકના દરો, અચળ ફી તથા ટકાવારી પ્રમાણેની ફી સહિત, જૂદી જૂદી રીતે દરો વસૂલે છે. સૉલિસિટરે તમને મુકદ્દમાની શરૂઆતમાં મુકદ્દમાનો અંદાજિત ખર્ચ અને દરની ગણતરી કેવી રીતે કરાશે તે કહેવો જ જોઈએ. સૉલિસિટરે મુકદ્દમાના દરેક તબક્કે તમને ખર્ચની વિગતો કહેવી જોઈએ.

પ્રો બ્રોનો (Pro Bono)

ઘણાં વકીલો કેટલીક સેવાઓ નિઃશુલ્ક આપતા હોય છે;આને‘પ્રો બ્રોનો’ ('Pro Bono') કહેવાય છે.તમે પ્રો બ્રોનોના કામકાજ પરવધુ માહિતી નીચે દર્શાવેલી વૅબસાઈટો પરથી શોધી શકશોઃ

સૉલિસિટર્સ પ્રો બ્રોનો ગ્રૂપ (‘લૉવર્કસ’ પ્રોજેક્ટ્સ)(Solicitors Pro Bono Group (´LawWorks´ projects))
બાર પ્રો બ્રોનો યુનિટ (બૅરિસ્ટર્સ)(Bar Pro Bono Unit (barristers))
ફ્રીરીપ્રેઝન્ટેશન યુનિટ (ઈમિગ્રેશનતથા ઍમ્પ્લૉયમેન્ટ)(Free Representation Unit (immigration and employment))

મજૂર સંઘ (ટ્રેડ યુનિયન) અને મોટરિંગ સંસ્થાઓ

એએ (AA) તથા આરએસી (RAC) જેવી મજૂરસંઘ અને મોટરિંગ સંસ્થાઓ સભ્યોને ઓછા ખર્ચની અથવા નિઃશુલ્ક કાયદાકીય સલાહ આપતી હોય છે.