પીડીએફ(PDFs) સાથે મદદ
- પીડીએફ (PDF) શું છે?
- પીડીએફને કેવી રીતે વાંચવું?
- પીડીએફને કેવી રીતે સાચવવું?
- પીડીએફમાં માહિતીની શોધ કરવા માગો છો?
- પીડીએફની પ્રિન્ટ કેવી રીતે કાઢવી?
- દૃષ્ટિની ખામીવાળા લોકો માટે પીડીએફ
પીડીએફ શું છે?
આ વેબસાઈટ પરના લગભગ બધા દસ્તાવેજો પીડીએફ સ્વરૂપે (સુવાહ્ય દસ્તાવેજ ફોર્મેટ (Portable Document Format)) છે. અમે પીડીએફનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તે સ્ક્રીન પર વાંચવામાં અને પ્રિન્ટીંગમાં સરળ રહે છે.
પીડીએફફાઈલો ખોલવા માટે તમારે તમારા કોમ્પ્યુટર પર એડોબ રીડર (Adobe Reader) ની નકલ સ્થાપિત હોવી જરૂર બનશે. તમે એડોબની વેબસાઈટ પરથી સોફટવેર મફત ડાઉનલોડ કરી શકશો, જ્યાં તમને પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન અપાશે.
પીડીએફ ફાઇલ કેવી રીતે વાંચવી?
પીડીએફવાંચવા માટે તેનીલિંક પર માત્ર કિલક કરો અને તે નવા સ્ક્રીન પર ખુલશે.
પીડીએફ ફાઇલ કેવી રીતે સાચવવી?
પીડીએફ ફાઇલસાચવવા કાંતો ફાઈલ (File) (ટોચ પર જમણા ખૂણે) પર જાવ, ત્યારબાદ ‘સેવ ઍઝ’કરીને ’સાચવો (Save As)’ અથવા ટુલબાર પર ‘નકલ સાચવો (‘save a copy’)’બટન પર કિલક કરો.
પીડીએફમાં માહિતી શોધવા માગો છો?
તમે આખો દસ્તાવેજવાંચ્યા વિના ચોક્કસ માહિતી શોધવાનુંઇચ્છી શકો છો. તમે એક શબ્દ કે વાકયાંશ શોધીને આ કરી શકો છો. આ કરવા માટેની બે રીતો છે:
- 1. કન્ટ્રોલ + F (Control + F) દબાવો. આનાથી એક નાનું બૉક્સ ખુલશે,જેમાં તમે શોધવા માગતા હો તે શબ્દ કે વાંકયાશ દાખલ કરવો જરૂરી બને છે. તમે એક વખત શબ્દ દાખલ કરો એટલે તમારા કીબોર્ડ પર એન્ટર દબાવો. ત્યારબાદ સમગ્ર દસ્તાવેજની અંદર તમને લઈ જવા ‘અગાઉના (‘Previous’)કે પછીના (‘Next’)’ પર ક્લિક કરી શકો છો.
- 2. ટુલબાર પરના બાયનોકયુલર આઈકોન પર ક્લિક કરો. તમે શોધવા માંગતા હો તે શબ્દ કે વાકયાંશ દાખલ કરો. આનાથી શબ્દ કે વાકયાંશ દેખાય તેની યાદી પાછી આવશે.નોંધી લો કે તમે માત્ર એ જ દસ્તાવેજ શોધશો જે અત્યારે ખુલ્લો હોય.
પીડીએફની પ્રિન્ટ કેવી રીતે કરવી?
પીડીએફ દસ્તાવેજ પ્રિન્ટ કરવા, ટુલબારમાં પ્રિન્ટ (print) બટન પર કિલક કરો. તમે સમગ્ર દસ્તાવેજ કે પસંદગીના પાનાં પ્રિન્ટ કરી શકો છો.
દૃષ્ટિની ખામીવાળા લોકો માટે પીડીએફ
અમે શકય તેટલા પ્રમાણમાં અમારા બધાં પીડીએફ્સ પ્રવેશ-ગમ્ય બનાવવા કામ કરીએ છીએ, જેથી તેનો સ્ક્રીન વાચન સોફટવેર સાથે ઉપયોગ કરી શકાય.
તમારી પાસે આવૃત્તિ 7 કે પછીનું એડોબ રીડર હોય તો, તમે ઍક્સેસિબિલિટિઍક્સટ્રાઝ - પ્રવેશ-ગમ્યતાના વધારા - નો ઉપયોગ કરી શકો છો.
આનો અર્થ એ કે તમે દૃષ્ટિની ખામીવાળા હો તો, એડોબ રીડર તમને દસ્તાવેજ મોટેથી વાંચી સંભળાવશે. આમ કરવા:
- તમારા કોમ્પ્યુટરમાં પીડીએફની નકલ સાચવો
- તેને એડોબ રીડરમાં ખોલવા દસ્તાવેજ પર બે વખત ક્લિક કરો
- વ્યૂમેનુમાં જાઓ અને‘મોટેથી વાંચો’ (‘read out aloud’) ના વિકલ્પનો ઉપયોગ કરો.
કેટલાક દસ્તાવેજો (દા.ત. જટિલ કોઠાઓસમાવિષ્ટ કરતા દસ્તાવેજો) કામ નહીં આપી શકે. પીડીએફદસ્તાવેજમાં જવામાં તમને તકલીફપડે તો, કૃપા કરી અમારો સંપર્ક કરો (contact us) તમારી જરૂરિયાતો પરિપૂર્ણ કરે તેવી આવૃત્તિ તમને પૂરી પાડવા અમે અમારાથી બનતું કરીશું. વધુ માહિતી માટે એડોબ એક્સેસિબિલિટી રિસોર્સ કેન્દ્ર Adobe accessibility resource centre જુઓ










