• English
  • Welsh
  • Urdu
  • Chinese
  • Bengali
  • Punjabi
  • Gujarati
  • Hindi
  • Arabic
  • Turkish
મફત, ગુપ્ત કાનૂની સલાહ: 0845 345 4 345

મફત નિષ્ણાંત કાનુની સલાહ માટે

0845 345 4 345

કોમ્યુનિટી લીગલ એડવાઇસ (Community Legal Advice) ને ફોન કરોઃ

  • કાનુની સહાયથી મફત, ગુપ્ત અને નિષ્પક્ષ સલાહ માટે ચૂકવણી કરાય છે
  • કેસને લગતા કામની પૂર્ણ સેવા
  • સોમ – શુક્ર, સવારે 9 – સાંજના 6:30
  • કૉલ્સનો ખર્ચ 4 પૅન્સ પ્રતિ મિનિટ – વળતો ફોન કરવાની સેવા ઉપલબ્ધ
 

ડિરેક્ટરીમાં શોધ કરવામાં મદદ

આ પાનું કાયદાકીય માહિતી તથા સલાહ પૂરી પાડતા લોકોની ડિરેક્ટરીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

શોધ આનાથી કરો (સર્ચ બાય)

તમે આ ડિરેક્ટરી બે રીતે વાપરી શકો છોઃ

  • તમારાથી નજીકના સહાય પૂરી પાડનારની માહિતી મેળવવા માટે, તમારો પોસ્ટકોડ જણાવો. તમારે આખો પોસ્ટકોડ જણાવવાની અથવા ખાલી જગ્યા (સ્પેસ) કે મોટા અક્ષરો (કેપીટલ લેટર્સ) માં જણાવવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે, તમે LE1 3BT, le1 3bt, LE1 અથવા le1 જણાવી શકો છો.
  • વિકલ્પ તરીકે, જો તમે જે સંસ્થાનું નામ શોધતા હો તે તમને ખબર હોય, તો આપેલા ખાનામાં તે સંસ્થાનું નામ જણાવો. જો તમને તમારી ઇચ્છિત સંસ્થાનું નામ શોધવામાં તકલીફ પડતી હોય, તો ઓછાં અક્ષરો વાપરવાનો પ્રયત્ન કરી જુઓ. ઉદાહરણ તરીકે, "White", શોધવાને બદલે, "wh" લખી જણાવો, જેનાથી તેના જેવાંજ નામો જે જૂદી રીતે લખાયેલાં હોય, તેવા નામોની યાદી જોઈ શકાશે (ઉદાહરણ તરીકે, "Whyte")

કાયદાના ક્ષેત્રો

તમારી કાયદાકીય સમસ્યાને જે તે લાગુ પડતા કાયદાના ક્ષેત્ર કે ક્ષેત્રોમાં આપેલ બૉક્સ પર નિશાની કરો. સંપૂર્ણ વિવરણ માટે કાયદાના વિવિધ પ્રકાર [i] જુઓ.

જો તમને કયો પ્રકાર જોઈએ છે તેની ખાત્રી ન હોય, તો 'બધા પ્રકારો’('all categories') પર નિશાની કરો. આ તમને તમારા પસંદ કરેલા ક્ષેત્રમાં 50 લોકો સુધીની યાદી આપશે.

વધુ આગળની શોધ (ઍડવાન્સ્ડ સર્ચ)

જો તમને વ્હીલચેરની સુવિધા અથવા કાયદાકીય સહાય પૂરી પાડનાર વ્યક્તિ જેવી જરૂરિયાત હોય, તો 'વધુ આગળની શોધ' ('advanced search') પર ક્લિક કરો.

સહાયનું સ્તર પસંદ કરો

આ પ્રશ્ન તમને તમારે જોઈતી સેવાનું સ્તર પસંદ કરવાનું પૂછશેઃ

  • સામાન્ય સહાય
  • વિશેષજ્ઞની સહાય

આ સ્તરે દરેક સહાય પૂરી પાડનાર વ્યક્તિનું ગુણવત્તા-ધોરણ પ્રમાણેનુંસ્તર લીગલ સર્વિસિસ કમિશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય છે. સંપૂર્ણ વિવરણ માટે કૉમ્યુનિટી લીગલ સર્વિસ ક્વૉલિટી માર્ક(Community Legal Service Quality Mark) જુઓ.

શું તમારે કાયદાકીય સહાય (લીગલ એઈડ) પૂરી પાડનાર વ્યક્તિની જરૂરિયાત છે?

કાયદાકીય સહાય (લીગલ એઈડ) જે લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય, તે લોકોને કાયદાકીય સલાહના ખર્ચની માહિતી વિશેની મદદ કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તમે કાયદાકીય સહાય મેળવવા નાણાંકીય રીતે યોગ્યતા ધરાવતા હોવા જ જોઇએ. (તમે કાયદાકીય સહાય મેળવવા માટે યોગ્ય છો કે નહિ, તે નક્કી કરવા લીગલ એઈડ કૅલ્ક્યુલેટરનોઉપયોગ કરી શકો છો).

જો તમે કાયદાકીય સહાય મેળવવા માટે યોગ્ય હો અને તમારે કાયદાકીય સલાહ પૂરી પાડનારની જરૂર હોય, તો આ ખાના પર નિશાની કરો.

શું તમને એક ચોક્કસ નિશાન કરેલ અને પ્રસ્થાપિત જૂથ સાથે કામ કરતી સંસ્થા ગમશે?

જો તમારે એક ચોક્કસ નિશાન કરેલ અને પ્રસ્થાપિત જૂથ સાથે કામ કરતી સંસ્થા સાથે કામ કરવું હોય (ઉદાહરણ તરીકે, એકલાં રહેનારા માતા-પિતા અથવા વિદ્યાર્થી), તો ડ્રૉપડાઉન મેનુમાંથી જે તે જૂથને પસંદ કરો.

પહોંચ (ઍક્સેસિબિલિટી) માટેના વિકલ્પો

તમે જે ઇચ્છતા હોય, તમે તેનો વિશેષ ઉલ્લેખ અહીં કરી શકો છોઃ

  • અંગ્રેજી સિવાયની બીજી ભાષા બોલાતી હોય, તેવી ઑફિસમાં જવું
  • સાંકેતિક ઈશારાની ભાષા (બ્રિટિશ સાઈન લૅન્ગ્વેજ) થી સંવાદ કરવો
  • વ્હીલચૅરનો ઉપયોગ કરવાની પહોંચ

અસ્વીકાર (ડિસ્ક્લેઈમર)

આ પાનાઓ કે બીજી વૅબસાઈટ્સ, જેની સાથે આ પાનાઓ જોડાયેલાં છે, અને જેને CLS ક્વૉલિટી માર્ક એનાયત કરાયેલ છે તે સહિતની, દરેક સંસ્થા, કંપની કે વ્યક્તિએ આપેલ સલાહની સચોટતા કે ચોકસાઈ જે તે સંસ્થાની, કંપનીની કે વ્યક્તિની જવાબદારી છે. કોઈ પણ સંસ્થા, કંપની કે વ્યક્તિએ આપેલ ખોટી કે ગેરમાર્ગે દોરનાર સલાહની કોઈ પણ જાતની જવાબદારીલીગલ સર્વિસ કમિશન દ્વારા કે વતી લેવાતી નથી.



[i] Link to page 7.4

[ii] Link to page 7.5