કમ્યુનિટિ લીગલ એડવાઈસ (Community Legal Advice) હેલ્પલાઈન
- કમ્યુનિટિ લીગલ એડવાઈસ હેલ્પલાઈન કેવી રીતે તમને મદદ કરી શકે
- હું ફોન કરૂં ત્યારે શું થશે?
- જો હું તમને મને સામો ફોન કરવા કહું તો શું થાય ?
- સલાહ અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ
- મિનિકોમ અને ટાઈપટૉક
કમ્યુનિટિ લીગલ એડવાઈસ (Community Legal Advice) હેલ્પલાઈન તમને કેવી રીતે મદદ કરી શકે
કમ્યુનિટિ લીગલ એડવાઈસ એક મફત અને ગુપ્ત સલાહ સેવા છે જેનો ખર્ચ કાયદાકીય સહાય (લીગલ એઈડ) દ્વારા ઉઠાવવામાં આવે છે. જો તમે ઓછી આવક અથવા લાભો પર જીવતા હો, તો કરજ, શિક્ષણ, લાભો અને કર રાહતો, રોજગાર અને રહેઠાણ સંબંધી સમસ્યાઓ વિશે સ્વતંત્ર સલાહ માટે ફોન કરો.
તમે આમ કરી શકો:
- સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 6:30 અમને 0845 345 4 345 પર ફોન કરો. કોલનો ખર્ચ BT લેન્ડલાઈન પરથી મિનિટના 4પેન્સથી વધુ નથી. મોબાઈલ પરથી ફોન કરવાથી સામાન્યપણે વધુ હોય છે. ખર્ચની ચિંતા છે? કોઈ સલાહકારને તમને સામો ફોન કરવા કહો.
- અમને તમને ફોન કરવા કહો. આ ફોર્મ ભરી અમારી કૉલ બેક સેવાનો ઉપયોગ કરો અથવા તમે 80010 પર 'legalaid' અને તમારૂં નામ ટેક્સ્ટ કરી શકો અને અમે 24 કલાકની અંદર તમને સામો ફોન કરીશું.
તમારો ટેક્સ્ટ મોકલવાનો ખર્ચ તમારા ઓપરેટરનો સામાન્ય દર હશે. આ ખર્ચ જુદો - જુદો હોઈ શકે, પણ xx પેન્સથી વધુ ન હોવો જોઈએ.
આ સેવામાં અંગ્રેજી અને વેલ્શ કાયદાનો સમાવેશ થાય છે.
હું ફોન કરૂં ત્યારે શું થશે?
તમે સહુથી પહેલા જે વ્યક્તિ સાથે વાત કરશો તે ઓપરેટર છે. તેઓ કાયદાકીય તાલીમ પામેલા નથી, પણ તેઓ તમારે કેવી માહિતી અને સલાહની જરૂર છે તે જાણવા માટે તમારી સમસ્યા વિશે તમને કેટલાંક પ્રશ્નો પૂછશે.
- જો તમને કોઈ એવી સમસ્યા હશે જેમાં અમે મદદરૂપ થઈ શકીશું, ઓપરેટર તમને તમારી આર્થિક સ્થિતિ વિશે વધુ પ્રશ્નો પૂછશે જેથી તેઓ જાણી શકે કે તમે મફત વિશેષજ્ઞ સલાહ મેળવવા પાત્ર છો કે કેમ.
- જો તમે તે માટે પાત્ર હશો, તો તમને તરત જ એક વિશેષજ્ઞ કાયદાકીય સલાહકાર સાથે વાત કરાવવામાં આવશે. પછી એ વિશેષજ્ઞ કાયદાકીય સલાહકાર તમારો કેસ હાથ પર લેશે. તેઓ તમારા વતી પત્રો લખશે અને મકાનમાલિક કે લેણદારો જેવા ત્રીજા પક્ષો સાથે વાતચીત કરશે. તેઓ તમારા માટે રોજગાર ટ્રિબ્યુનલ પાસે લઈ જવા માટેના દસ્તાવેજો પણ તૈયાર કરી આપશે. તમે તમારી સમસ્યા હલ થાય ત્યાં સુધી, તમારે જરૂર પડે એટલી વાર, ગુપ્તપણે તમારા સલાહકાર સાથે વાત કરી શકો.
- જો તમે પાત્ર ન પણ હો, અથવા અમે પોતે તમારી સમસ્યા અમારી સેવાઓનો ભાગ નહીં હોય, તો અમે તમારો સંપર્ક બીજી એજન્સીઓ, હેલ્પલાઈનો કે સ્થાનિક સલાહ સેવાઓ સાથે કરાવી શકીશું, જે તમને મદદ કરી શકશે. અમે તમને તમે તમારી મદદ કરી શકો તે માટે બીજા કાયદાકીય સલાહ સંસાધનોને પહોંચવામાં માર્ગદર્શન પણ આપી શકીશું.
- અમે અમારી સેવાઓ માટે ક્યારેય કોઈ શુલ્ક લેતા નથી. અમારી બધી જ સલાહ અને મદદનો ખર્ચ સંપૂર્ણપણે સરકાર ઉઠાવે છે.
જો હું તમને મને સામો ફોન કરવા કહું તો શું થાય?
જો તમે અમને સામો ફોન કરવા કહેશો, તો સેવા તો એ જ છે, પણ તમે તમને એક કૉલનો ખર્ચ થતો બચાવી શકશો.
સલાહ અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે
જો તમે અંગ્રેજી કે વેલ્શ સિવાયની કોઈ ભાષામાં સલાહ મેળવવા માંગતા હો, તો હેલ્પલાઈન એક અનુવાદ સેવા ધરાવે છે. લેંગ્વેજ લાઈન (Language Line) 170 ભાષાઓમાં તરત જ અનુવાદ પૂરો પાડતી સેવા પૂરી પાડે છે.
મિનિકોમ (Minicom) અને ટાઈપ-ટૉક(Type-Talk)
તમે મિનિકોમ અને ટાઈપ-ટૉક કૉલ્સ પણ કરી શકો...
- મિનિકોમ (Minicom)બહેરા, સાંભળવામાં તકલીફ ધરાવતાં, કે બોલવામાં અક્ષમ લોકો સાથે અથવા તેઓ એકબીજા સાથે સંવાદ કરી શકે તે માટેનું એક ટેલિફોન ટાઈપરાઈટર સાધન છે. મિનિકોમ નંબર છે 0845 609 6677.
- ટાઈપ-ટૉક (Type-Talk) જેમને સાંભળવામાં સમસ્યાઓ હોય તેમને એક મફત ઓપરેટર સેવાના માધ્યમથી ટેલિફોન પર સલાહ મેળવવા માટે ટેક્સ્ટ ફોનનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.










