કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ (Community Legal Advice)ના કેન્દ્રો અને નેટવર્કસ્
કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ ના કેન્દ્રો અને નેટવર્કસ્ તમને સ્વતંત્ર અને ખાનગી કાનૂની સલાહ તથા પ્રતિનિધિત્વની સેવાઓ પૂરી પાડે છે.
તેઓ વિશાળ શ્રેણીની કાનૂની સલાહ આપવાની સેવાઓ આપે છે, જેથી નીચે દર્શાવેલ તમારી સમસ્યાઓમાં તમને મદદ મળી શકેઃ
- લાભ અને કર જમા ધિરાણ (ટૅક્સ ક્રેડિટ્સ)
- કરજ
- રોજગાર
- રહેઠાણ
- જનસમુહની સંભાળ
- કૌટુંબિક કાયદો
સમગ્ર ઇન્ગ્લેન્ડ તથા વેલ્સમાં કેન્દ્રો અને નેટવર્કસ્ સ્થપાઇ રહ્યાં છે. પહેલું કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ કેન્દ્ર હવે ગેટ્સહૅડ (Gateshead) માં ખૂલ્યું છે.
શું તેઓ મને મદદ કરી શકે?
પ્રથમ રૂબરૂ મુલાકાત વખતે નિઃશુલ્ક સામાન્ય કાનૂની સલાહ મળે છે.
આ ઉપરાંત, જો કાનૂની સહાય (legal aid) માટેની તમારી યોગ્યતા હોય, તો નિષ્ણાંત સલાહ ઉપલબ્ધ છે. તમને નિઃશુલ્ક સલાહ મળી શકે કે નહિ, તેની માહિતી માટે અમારું લીગલ એઈડ કૅલ્ક્યુલેટર વાપરો.
અમુક સમસ્યાઓ માટે નિષ્ણાંત સલાહ લેવા, કાનૂની સહાય માટેની તમારી યોગ્યતાની આવશ્યકતા નહિ પડે, જો કે તમારે અન્ય પરિમાણો પ્રમાણેની તમારી લાયકાત સાબિત કરવાની જરૂર પડી પણ શકે. પ્રથમ રૂબરૂ મુલાકાત વખતે તમને આ બાબતના સલાહ-સૂચન આપવામાં આવશે.
જો કેન્દ્ર અથવા નેટવર્ક મને મદદ ન કરી શકે તો શું?
જો તમને કેન્દ્ર અથવા નેટવર્ક મદદ ન કરી શકે, તો તેઓ તમને અન્ય રસ્તાઓ બતાવી તમારી પૂરેપૂરી મદદ કરશે. ઉદાહરણ તરીકે, તમને મદદ કરી શકે એવી બીજી કોઈ સંસ્થાની વિગતો આપી શકાય છે, અથવા તો તમને કાનૂની માહિતી મેળવવાના સ્થળો વિશે તમને દોરવણી અપાશે.
ગેટ્સહૅડ કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ (Gateshead Community Legal Advice) કેન્દ્ર
(Gateshead Community Legal Advice Centre) નીચેના સરનામા પર સ્થિત છે:
5 Regent Terrace
Gateshead
NE8 1LU
ટેલીફોન: 0191 478 5100
ફૅક્સ: 0191 477 4922
આ કેન્દ્ર સોમવારથી શુક્રવાર, સવારના 9:00 થી સાંજના 5:00 સુધી ખુલ્લું હોય છે. તમે કોઈ પણ સમયે ચાલ્યા આવીને જે તે વ્યક્તિને મળવા રાહ જોઈ શકો છો, અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે નિયત સમયની રૂબરૂ મુલાકાત પણ ગોઠવી શકો છો.
આ કેન્દ્ર બ્લેડૉન (Blaydon) લાયબ્રેરી ખાતે દર મંગળવારે સવારના 9:30 થી બપોરના 12:00 સુધી સલાહ આપે છે.
ગેટ્સહૅડ કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ કેન્દ્ર, ગેટ્સહૅડ સીએબી (CAB) તથા ગેટ્સહૅડ કાનૂન કેન્દ્ર (Law Centre) સાથેની ભાગીદારીમાં, અન્ય ત્રણ કંપનીઓ: Swinburne and Jackson, Ben Hoare Bell અને David Gray & Co સાથે કાર્યરત છે. આ કેન્દ્રને ગેટ્સહૅડ કાઉન્સિલ તથા લીગલ સર્વિસિસ કમિશન (Legal Services Commission) દ્વારા પૂરેપૂરી આર્થિક સહાય મળે છે.
જો હું કેન્દ્ર પર ન જઈ શકું તો શું?
તમારી નજીકના કાનૂની સલાહકાર શોધવા, અમારી ટેલીફોન સેવા 0845 345 4 345 પર ફોન કરો, અથવા અમારી ડિરેક્ટરી સર્ચ કરો.










